લિંક કોપી થઇ ગઈ છે..
Home / પ્રાદેશીક / થરાદમાં શ્રીરામ મંદિરના પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થયો

થરાદમાં ભગવાન શ્રી રામના દશાબ્દિ મહામહોત્સવમાં 108 કુંડી મહાયજ્ઞનો પ્રારંભ થયો હતો.ત્યારે આ પ્રસંગે અનેક નામી-અનામી સાધુ,સંતો,મહંતો તથા રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.જેમા નગરના તમામ વેપારીઓએ સ્વયંભુ વેપારધંધા બંધ રાખ્યા હતા.થરાદમા 11 એકરમા બનાવેલ અયોધ્યાપુરમમાં ભગવાન શ્રીરામ મંદિરના પુનઃપ્રાણપ્રતિષ્ઠા મહોત્વસવમાં 108 કુંડી મહાવિષ્ણુ યાગનો પ્રારંભ થયો હતો.આ પ્રસંગે 108 કુંડીના મુખ્ય અને અન્ય 108 લાભાર્થી યજમાનોએ સજોડે બેસીને શાસ્ત્રી હિતેશભાઇના આચાર્યપદે યજ્ઞાદીકર્મ કરાવ્યું હતું.જેમાં 151 ભુદેવોના સુર સાથે સમગ્ર શહેર ગુંજી ઉઠ્યું હતુ જ્યારે પુ.નાગરવનજી મહારાજ સહિત સાધુ,સંતો અને મહંતોએ નગરના આંગણે ભગવાન શ્રીરામના મહામહોત્સવને ઐતિહાસિક અને યાદગાર ગણાવતાં સમગ્ર પંથકની પ્રજાને પ્રભુભક્તિના દરીયામાં ડુબકી લગાવીને પાવન થવાનો અવસર ગણાવી સૌ દાતાઓ અને કાર્યકરોને આર્શિવચન પાઠવ્યા હતા.જેમા શ્રીરામ સેવાસમિતી દ્વારા ઉપસ્થિત સાધુ,સંતો,મહંતો તેમજ રાજકીય અગ્રણીઓનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.