લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ઠાસરા પાલિકાના કાંસમાં ગટરની દુર્ગંધથી લોકો ત્રાહિમામ પોકારી ગયા

ઠાસરા નગરપાલિકા વિસ્તારમાંથી પસાર થતી કાંસમાં ગટરના ગંદા પાણીની દુર્ગંધથી સ્થાનિકો,વાહનચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે.ત્યારે ચોમાસા પહેલા કાન્સ વિભાગ દ્વારા કાંસની સાફ-સફાઈ કરવી જરૂરી બની ગઈ છે.ઠાસરા એસ.ટી બસ સ્ટેન્ડની પાછળથી ઇન્દિરા નગરથી બહુચરાજી મંદિરથી જે.એમ દેસાઇ હાયર સેકન્ડરી સ્કૂલ પાસેથી પસાર થતા કાન્સથી નગરજનો ઓવરંગપુરા ગામ તરફ જતા રસ્તા ઉપર ડાબી બાજુએથી પસાર થતા કાન્સના કારણે ભારે હાલાકીઓ ભોગવી રહ્યા છે.જેમા ગંદા પાણીને કારણે રોગચાળો ફેલાવવાનો ભય સતત સતાવી રહ્યો છે.ઠાસરા એસટી બસ સ્ટેન્ડથી વીર ભાથીજી મહારાજનાં યાત્રાધામ જવા આવવાનો રસ્તો ટૂંકો છે તેમજ ગોધરા,દાહોદ તરફથી આવતાં વાહનચાલકો આ રસ્તેથી પસાર થાય છે.જે માર્ગ પર શાળા,છાત્રાલય તેમજ સોસાયટીઓ હોવાના કારણે લોકોને રોજ ગંદા પાણીની દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે.ત્યારે આગામી સમયમાં આવી રહેલા ચોમાસા પહેલા કાન્સ વિભાગ દ્વારા કાન્સ સાફ કરાવવાની તાતી જરૂર હોય તેવું લાગી રહ્યું છે.