લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / નવા સંસદભવનને આકાર આપનાર આર્કિટેક્ટ બિમલ પટેલ હતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ​​દેશના નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતુ.જેનુ બાંધકામ સેન્ટ્રલ વિસ્ટા રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો ભાગ છે.નવું સંસદ ભવન ગુજરાતના આર્કિટેક્ટ બિમલ પટેલ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે.બિમલ પટેલે કાશી વિશ્વનાથ કોરિડોરની ડિઝાઈન પણ તૈયાર કરી છે.બિમલ હસમુખ પટેલ છેલ્લા ત્રણ દશકથી વધુનો અનુભવ ધરાવતા જાણીતા આર્કિટેક્ટ છે.તેઓ શહેરી ડિઝાઇન અને આયોજનમાં નિષ્ણાત છે.બિમલ વર્તમાનમા અમદા વાદ યુનિવર્સિટીના સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટલ પ્લાનિંગ એન્ડ ટેકનોલોજીના ચેરમેન છે.બિમલ વર્ષ 2012થી આ યુનિવર્સિટીનું નેતૃત્વ કરી રહ્યા છે.આ સાથે તેઓ એચ.સી.પી ડિઝાઇન પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડના પ્રમુખ છે.ડો.બિમલ પટેલને તેમના કાર્ય દ્વારા અનેક એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.જેમને આગાખાન એવોર્ડ (1992),વર્લ્ડ આર્કિટેક્ચર એવોર્ડ (1997),યુ.એન સેન્ટર ફોર હ્યુમન સેટલમેન્ટસ એવોર્ડ ઓફ એક્સેલન્સ (1998),આર્કિટેક્ચર રિવ્યુ હાઇ કમ્મેન્ડેશન એવોર્ડ (2001) સહિતના અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે.તેઓ શહેરી આયોજન અને ડિઝાઇનમાં શ્રેષ્ઠતા માટે વડાપ્રધાનના રાષ્ટ્રીય પુરસ્કાર (2003)ના પ્રાપ્તકર્તા છે તેમને 2019મા પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.બિમલના મહત્વના પ્રોજેક્ટમાં આગાખાન એકેડેમી હૈદરાબાદ,અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન,ભુજ ડેવલપમેન્ટ સ્કીમ અને ટાઉનપ્લાનિંગ સ્કીમ્સ,સી.જી રોડ રિડેવલપમેન્ટ,કાંકરિયા લેક ડેવલપમેન્ટ,સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ અને સ્વર્ણિમ સંકુલ,આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ,ગુજરાત હાઈકોર્ટ,હિંમતનગર કેનાલફ્રન્ટનો સમાવેશ થાય છે.