લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં કાર ખીણમા પડી

જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં થયેલા અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે.જેમા ધનદુરુ પાવર પ્રોજેક્ટના કર્મચારીઓને લઈને જઈ રહેલી ક્રૂઝ કાર અકસ્માતનો ભોગ બની હતી.ત્યારે આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા છે.જે અકસ્માતની પુષ્ટિ કરતાં કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યુ હતું કે હમણાં જ ડીસી કિશ્તવાર ડો.દેવાંશ યાદવ સાથે ધનદુરુ ડેમ સાઇટ પર દુર્ભાગ્યપૂર્ણ માર્ગ અકસ્માત વિશે વાત કરી હતી.ત્યારે તેમા 7 લોકોના મોત થયા છે અને 1 વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે.જેમા ઘાયલોને જરૂરિયાત મુજબ જિલ્લા હોસ્પિટલ કિશ્તવાડ અથવા જી.એમ.સી ડોડામા ખસેડવામાં આવી રહ્યા છે.આમ જરૂરીયાત મુજબ તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવશે.