લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ઓડિશાના મુખ્યમંત્રીએ એક દિવસીય રાજકીય શોકની જાહેરાત કરી

ઓડિશાના બાલાસોર જિલ્લાના બહાનાગા રેલવે સ્ટેશન નજીક ગઈકાલ સાંજે પેસેન્જર ટ્રેન કોરોમંડલ એક્સપ્રેસના ડબ્બા પાટા પરથી ઉતરી જતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી.ત્યારે ઓડિશાના મુખ્ય સચિવ પી.કે જેના કહેવા મુજબ આ અકસ્માતમાં 280 લોકોના મોત થયા છે,જ્યારે 900થી વધુ લોકો ઘાયલ થયા છે.આ સાથે ટ્રેનમાં હજુ કેટલાક મુસાફરો ફસાયેલા હોવાની આશંકા જોવા મળી રહી છે.આ સાથે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે એક દિવસીય રાજકીય શોકની જાહેરાત કરી છે.ત્યારે તેના પગલે 3 જૂને સમગ્ર રાજ્યમાં કોઈ તહેવાર કે ઉત્સવ મનાવવામા આવશે નહી.આમ આ બાબતે પીએમ નરેન્દ્ર મોદીએ ઓડિશાના બાલાસોરની ટ્રેન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.જેઓએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાથી મૃતકોના પરિવારજનોને રૂ.2-2 લાખ અને દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને રૂ.50,000ની સહાયની જાહેરાત કરી હતી.જ્યારે કેન્દ્રીય રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે પણ મૃતકોના પરિવારજનોને રૂ.10 લાખ આપવાની જાહેરાત કરી હતી.આ સિવાય તેમણે અકસ્માત બાદ ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપી દીધા છે.આજરોજ પીએમ મોદી ગોવાની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી આપી લોન્ચિંગ કરવાના હતા.પરંતુ ઓડિશામાં ટ્રેન દુર્ઘટનાને કારણે તેનું લોન્ચિંગ રદ કરવામાં આવ્યું છે.