ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરે પહોંચ્યા હતા.જ્યાં તેઓએ મંદિરમાં પૂજા-આરતી કરી હતી.આ સાથે મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા મુખ્યમંત્રીને ભગવાન જગન્નાથની તસવીર આપીને સન્માન કરવામાં આવ્યુ હતું.ભારતીય જનતા પાર્ટીના સંપર્કથી સમર્થન અભિયાન અંતર્ગત અમદાવાદના સુપ્રસિધ્ધ શ્રી જગન્નાથજી મંદિરે દર્શન તથા પૂજા કરી મહંત શ્રી દિલીપદાસજી મહારાજ સાથે મુલાકાત કરીને પ્રધાનમંત્રીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 9 વર્ષ પૂરા થતા જનસંપર્ક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.જેમાં મુખ્યમંત્રીએ ભગવાન જગન્નાથ મંદિરના દર્શન કરીને ટ્રસ્ટીને નવ વર્ષ પૂર્ણ થયાની પુસ્તિકા પણ આપી હતી.ત્યારે આ પ્રસંગે મુખ્મંત્રી સાથે શહેર ભાજપ પ્રમુખ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.આમ આ વર્ષે અષાઢી બીજે અમદાવાદમાં 146મી રથયાત્રા યોજાશે.ત્યારે આ વર્ષે મુખ્ય મહેમાન તરીકે પરમાત્માનંદ મહારાજ રહેશે.આ અવસરે સૌપ્રથમ ગંગા પૂજન કરવામાં આવશે,ત્યારબાદ દર વર્ષની પરંપરા મુજબ રથયાત્રા પૂર્વે જળયાત્રા યોજાશે.
Error: Server configuration issue
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved