લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / ચીનની સરકારે કોમેડિયનને રૂ.16 કરોડનો દંડ ફટકાર્યો

ભારતમા કાયદાની મર્યાદામાં રહીને કોઈપણ વ્યક્તિ ગમે તે ટિપ્પણી કરી શકે છે.જ્યારે ચીનમાં સ્થિતિ અલગ જોવા મળે છે.જ્યાં નાગરિકોને જોખી જોખીને બોલવુ પડતુ હોય છે.ત્યારે ચીનના કોમેડિયન ચીન હોશીને ચીનની આર્મીની સરખામણી રખડતા કૂતરાઓ સાથે કર્યા બાદ કોમેડિયન જે સ્ટુડિયો સાથે સંકળાયેલો છે તેના પર ચીનની સરકારે લાલઆંખ કરી છે અને આ સ્ટુડિયો પર સરકારે રૂ.16 કરોડનો દંડ ફટકાર્યો છે.આ સાથે લી હોશીના કોમેડી સ્ટુડિયો દ્વારા યોજાનારા આગામી શો પણ અનિશ્ચિત મુદત માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.આ સાથે સ્ટુડિયોની રૂ.1.80 લાખ ડોલરની રકમ પણ જપ્ત કરી લીધી છે.