લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ભાવનગરના મેયરની ઉપસ્થિતિમાં સાયન્સ સમર કેમ્પનો સમાપન સમારોહ યોજાયો

ભાવનગરના નારી ગામ પાસે આવેલા રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજીના માર્ગદર્શન હેઠળ દ્વિતીય ત્રિ-દિવસીય રેસીડેન્શીયલ સાયન્સ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જે આયોજન ધો.8 અને 9ના વિદ્યાર્થીઓ માટે કરવામાં આવ્યુ છે.આ સમર કેમ્પમાં વિદ્યાર્થીઓ પ્રવૃત્તિ કરતા કરતા ગણિત,વિજ્ઞાન અને એન્જીનીયરિંગ ક્ષેત્રે જ્ઞાન મેળવી વિજ્ઞાન અને ટેકનોલોજીના જ્ઞાનમાં વધારો કરી શકે તે છે.ત્યારે ભાવનગરના મેયર કિર્તીબેન દાણી ધારિયાની ઉપસ્થિતિમાં સાયન્સ સમર કેમ્પનો સમાપન સમારંભમાં યોજાયો હતો,જેમાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓ તથા તેમના માતાપિતા પણ ઉપસ્થિત રહ્યા હતા.સમર કેમ્પમાં ભાગ લેનાર દરેક વિધાર્થીઓને મેયરના હસ્તે સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામા આવ્યા હતા.