લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / દ્વારકા એક્સપ્રેસ વેનું કાર્ય પૂર્ણ થવાના આરે આવ્યુ

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ દ્વારકા એક્સપ્રેસ વેનું નિરીક્ષણ કર્યા બાદ કહ્યુ હતુ કે આ પરિયોજના આગામી 3 થી 4 મહિનામાં પૂર્ણ થઈ જવાની શક્યતા છે અને ડિસેમ્બર પહેલા આને ખુલ્લો મૂકી દેવામાં આવશે.જેમાં દેશના પ્રથમ એલિવેટેડ અર્બન એક્સપ્રેસ વે થી દિલ્હી-ગુરૂગ્રામ વચ્ચે પરિવહન દબાણ ઓછુ થવાના કારણે ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો આવશે.આ પરિયોજનાનો કુલ ખર્ચ રૂ.9000 કરોડ છે અને કાર્ય 75 થી 90 ટકા સુધી પૂરુ થઈ ગયુ છે.દ્વારકા એક્સપ્રેસ વે પર ટોલ સંગ્રહનું કામ સંપૂર્ણ રીતે સ્વચાલિત હશે અને સંપૂર્ણ પરિયોજના કાર્યક્ષમ પરિવહન વ્યવસ્થાથી યુક્ત હશે.આ એક્સપ્રેસ વેનું રોડ નેટવર્ક ચાર સ્તરનું છે.જેમાં ટનલ,અંડરપાસ,ગ્રેડ રોડ,એલિવેટેડ રોડ અને ફ્લાયઓવરની ઉપર ફ્લાયઓવર બની રહ્યો છે.જે એક્સપ્રેસ વેની બંનેતરફ 3 લેનનો સર્વિસ રોડ બનવા જઈ રહ્યો છે.આ સિવાય દિલ્હીમાં દેશની સૌથી પહોળી 3.6 કિમી લંબાઈની 8 લેન ટનલ બનાવવામાં આવી રહી છે.જેના કારણે હરિયાણા અને પશ્ચિમ દિલ્હીના લોકોની ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ સાથે કનેક્ટિવિટી સારી થશે.