ચીનમાં ફરીએકવાર કોરોના મહામારીએ નવા સ્વરૂપે ફેલાવાના એંધાણ શરૂ કરતાં લોકોના જીવ પડીકે બંધાયા છે.ચીનમાં કોરોનાના ચેપના નવા મોજા આવી રહ્યા છે. જેના કારણે જુનના અંત સુધીમાં દર અઠવાડિયે સાડા 6 કરોડ કોરોનાના કેસો નોંધાવાની સંભાવના છે.એપ્રિલના અંતભાગથી આ નવો વરિઅન્ટ એક્સબીબી ચીનમાં નવેસરથી કોરોનાનો ચેપ ફેલાવી રહ્યો હોવાનું જણાયું છે.એક્સબીબી વેરિઅન્ટને કારણે મે મહિનાના અંત સુધીમાં દર અઠવાડિયે કોરોનાના નવા 4 કરોડ કેસ નોંધાશે. જે એક મહિના પછી સાડા 6 કરોડ કેસની ટોચે પહોંચશે.આમ 1.4 અબજની વસ્તી ધરાવતાં ચીને બિજિંગમાં લગભગ 6 મહિના અગાઉ ઝીરો કોવિડ નિયંત્રણોનો અંત આણ્યો તે સાથે ચાઇનીઝ સેન્ટર ફોર ડિસિઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન દ્વારા આ મહિનાની શરૂઆતથી કોરોનાના ચેપના અઠવાડિક આંકડા જારી કરવાનું બંધ કરી દેવામાં આવ્યું હોઇ ચીનમાં કોરોનાની સાચી સ્થિતિ શું છે તેની કોઇને ખબર નથી પડતી.
International ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved