લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / ઈરાન દ્વારા મિસાઈલનું પરિક્ષણ કરવામાં આવ્યુ

અમેરિકા-ઈરાન વચ્ચેના તનાવની સ્થિતિમા ઈરાને 2000 કીમીના અંતર સુધી પ્રહાર કરી શકતા બેલેસ્ટીક મિસાઈલનું પરિક્ષણ કર્યુ હતું.આ મિસાઈલ મારફત 1500 કીમીના અણુશસ્ત્ર સહિતના વોરહેડનું વહન કરી શકાય છે.ઈરાન આ મિસાઈલ મારફત ઈઝરાયેલ અને મીડલ ઈસ્ટમાં અમેરિકી લશ્કરીમથકને પણ નિશાન બનાવી શકે તેમ છે.આ સિવાય અમેરિકાએ વર્તમાનમા ઈરાનના ફરી શરૂ થયેલા અણુશસ્ત્ર કાર્યક્રમ અંગે કોઈ વળતી કાર્યવાહીની ચેતવણી આપી હતી તે સમયે જ ઈરાને આ રીતે અણુશસ્ત્ર વહન કરી શકે તેવા મિસાઈલનું પરિક્ષણ કરતા તેના અણુ કાર્યક્રમને આગળ ધપાવવાની તૈયારી કરી છે.