લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ભાવનગરના સાંસદ દ્વારા નવી બસોને લીલીઝંડી આપવામાં આવી

ભાવનગર એસ.ટી.બસ સ્ટેન્ડ ખાતે 9 નવી બસોને સાંસદ ડો.ભારતીબેન શિયાળે લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું.આ નવી બસોમાં સ્લીપર,લક્ઝરી બસો અને મીની બસો ફાળવવામાં આવી છે.જે એસ.ટી.બસ સ્ટેન્ડથી અલગ-અલગ રૂટ પર દોડશે.ભાવનગર જિલ્લાને ગુજરાત સરકાર દ્વારા 34 બસોની ફાળવણી કરવામાં આવી છે.જેમાં 4 સ્લીપર,2×2ની લકઝરી 8 બસો અને 22 મીની બસોનો સમાવેશ થયો છે. આ ફાળવવામાં આવેલ બસો એમીશન નોર્મ્સ ધરાવે છે જે ઇ.એ.ટી.એસ સીસ્ટમ થકી એક્ઝોસ્ટમાં નીકળતાં પ્રદુષકોનાં પ્રમાણમાં ખુબ ઘટાડો કરી પર્યાવરણને નુકશાન થતું અટકાવે છે.આમ આ કાર્યક્રમમાં શહેર અને જિલ્લા ભાજપના આગેવાનો,કાર્યકરો, એસ.ટી વિભાગના અધિકારીઓ,કર્મચારીઓ સહિત વિસ્તારના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.