લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / ઉનાળુ પાકના સિંગદાણાની આવક વધવાની શક્યતા જોવા મળી

મુંબઈ તેલબિયાં બજારમા વિવિધ દેશી ખાદ્યતેલોના ભાવમાં હવામાન મિશ્ર રહ્યું હતું.ત્યારે સિંગતેલના ભાવમાં સૌરાષ્ટ્ર પાછળ ઘટાડો આગળ વધ્યો હતો.જ્યારે કપાસિયા તેલના ભાવમાં મંદીને બ્રેક વાગતા ભાવ તળિયેથી ઉંચકાયા હતા.જેમા આયાતી ખાદ્યતેલોના ભાવ પણ ઘટયા મથાળેથી વધી આવ્યા હતા.ત્યારે સૌરાષ્ટ્ર ખાતે આજે સિંગતેલના ભાવ ઘટી 1550 થી 1600 તથા 15 કિલોના ભાવ રૂ.2500 થી 2550 બોલાતા થયા હતા.જેમાં પામ પ્રોડકટના ભાવ ભાવ 7.50 થી 10 સુધી ડોલર ઉંચકાયા હતા.આમ મુંબઈ આયાતી પામતેલના ભાવ 10 કિલોના વધી રૂ.870 રહ્યા હતા.ત્યારે પામતેલમા માંગ વધતા 300 થી 400 ટનના વેપાર થયા હતા.ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ રૂ.850 રહ્યા હતા.આ દરમિયાન મુંબઈ બજારમા મસ્ટર્ડના ભાવ રૂ.990 તથા રિફાઈન્ડના રૂ.1020 ભાવ રહ્યા હતા.