લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / જામનગર જિલ્લાનું ધો.10નું પરિણામ 69.65 ટકા આવ્યુ

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વર્તમાનમાં ધો.10નું પરિણામ જાહેર થયું હતુ.જેમાં જામનગર જિલ્લાનું પરિણામ 69.65 ટકા જાહેર થયું છે.જેમાંથી એ વન ગ્રેડમાં 175 વિદ્યાર્થીઓ રાજયકક્ષાએ સફળતા મેળવી છે.આમ જિલ્લામાં સૌથી વધુ પરિણામ ધ્રોલ પરીક્ષા કેન્દ્રનું 80.21 આવ્યું છે.જ્યારે સૌથી ઓછું પરિણામ સિક્કા કેન્દ્રનું 52.66 આવ્યું છે.જામનગર જિલ્લામાં 14,136 પરિક્ષાર્થીઓમાંથી 14,033 વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાના 9,773 લોકોએ સફળતા પ્રાપ્ત કરી છે.જેમાં એ 1 ગ્રેડમાં 175 વિદ્યાર્થીઓ,એ ટુ ગ્રેડમાં 1228 વિદ્યાર્થીઓ,બી 1 ગ્રેડમાં 2065 વિદ્યાર્થીઓ બી 2 ગ્રેડમાં 2850 વિદ્યાર્થીઓ,સી વન ગ્રેડમાં 2566 વિદ્યાર્થીઓ,સી ટુ ગ્રેડમાં 851 વિદ્યાર્થીઓ,ડી ગ્રેડમાં 38 વિદ્યાર્થીઓ સફળ રહ્યા છે.