લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / અમદાવાદમા જનપથ થી મોટેરા સુધીનો રસ્તો બંધ રહેશે

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 26 અને 28મી મેના રોજ આઈ.પી.એલની સેમીફાઇનલ અને ફાઇનલ મેચ યોજાવાની છે.ત્યારે આ મેચને લઈને ટ્રાફિક વ્યવસ્થામાં અડચણ ન થાય તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા અત્યારથી તૈયારીમાં લાગી ગઈ છે.જેમા બંને દિવસ બપોરના 2 થી રાતના 2 વાગ્યા સુધી 12 કલાક જનપથ થી મોટેરા સુધીનો રસ્તો બંધ રાખવામાં આવશે.જેમા પાર્કિંગની સમસ્યા ન રહે તે માટે શો માય પાર્કિંગ એપ્લિકેશન પર અગાઉથી પાર્કિંગ બુક કરી શકાશે.જેમાં 17 જેટલા પાર્કિંગ પ્લોટ બુક કરવામાં આવ્યા છે.આ ઉપરાંત મેટ્રો,બી.આર.ટી.એસ અને એ.એમ.ટી.એસની સેવા પણ વધારવામાં આવી છે.ત્યારે પોલીસ દ્વારા લોકોને પબ્લિક ટ્રાન્સપોર્ટેશન ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.આ ઉપરાંત આડેધડ વાહન પાર્ક કરનાર ચાલકોના વાહન પણ ટોઇંગ કરવામાં આવશે.