લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / એસ.બી.આઈના નિયમો આગામી 30 જૂનથી બદલાઈ જશે

દેશની એસબીઆઈ બેંકમાં ખાતુ ધરાવતા હોવ તો આગામી 30 જૂનથી બેંક તેના નિયમોમાં કેટલાક ફેરફારો કરી રહી છે.જેની અસર સમગ્ર ભારતના ગ્રાહકો પર થવાની છે.આમ એસ.બી.આઈ દ્વારા આગામી 30 જૂનથી બેંક લોકરને લઈને કેટલાક નિયમો બદલવામાં આવનાર છે.ત્યારે બેંકે આ બાબતે એડવાઈઝરી જાહેર કરી છે કે ઈન્ટરનેટ પર લોકર ધારકોને આગામી 30 જૂન 2023 સુધી રિવાઈજ્ડ લોકર એગ્રીમેન્ટ પર સહી કરવા અપીલ કરવામાં આવી છે.રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગ્રાહકોને અપીલ કરી હતી કે 23 જાન્યુઆરી 2023માં ગ્રાહકોને ધ્યાનમાં રાખી આ સર્કુલર જાહેર કરવામાં આવ્યો હતો.આ સર્કુલર પ્રમાણે દરેક બેંકોમાં લોકર સંબંધિત નિયમો અને કરારો વિશે માહિતી આપવાની રહેશે.ત્યારે 50 ટકા ગ્રાહકોના કરારને 30 જૂન સુધી અને 75 ટકાને 30 સપ્ટેમ્બર સુધી રિવાઈઝ કરવુ પડશે.