લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / આગામી સપ્તાહમા ક્રિકેટ વિશ્વકપનો કાર્યક્રમ જાહેર થાય તેવી શક્યતા

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ આગામી 27 મેએ અમદાવાદમા સ્પેશ્યલ જનરલ મિટિંગ બોલાવી છે.જે બેઠક બાદ વન-ડે વર્લ્ડકપના કાર્યક્રમની જાહેરાત થઈ શકે છે.આ ઉપરાંત બેઠકમાં રાજ્યની ટીમો માટે ફિઝિયોથેરેપિસ્ટ અને ટ્રેનરની નિમણૂક માટે દિશા-નિર્દેશ તેમજ યૌન ઉત્પીડનની નીતિને બહાલી આપવા સહિતના અન્ય મુદ્દે ચર્ચા કરવામાં આવશે.આ બેઠક બાદ આગામી ઓક્ટોબર-નવેમ્બરમાં રમાનારા વર્લ્ડકપ ટૂર્નામેન્ટનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરવામાં આવી શકે છે.આ સાથે આયોજન સમિતિના સભ્યોની જાહેરાત પણ થઈ શકે છે.જે ટૂર્નામેન્ટની શરૂઆત આગામી 5 ઓક્ટોબર થી થશે અને 19 નવેમ્બર સુધી રાજકોટ સહિત દેશના 12 શહેરોમાં રમાશે.જ્યારે અમદાવાદ વર્લ્ડકપ ફાઈનલની યજમાની કરશે.વર્લ્ડકપ કાર્યકારી જૂથમાં બોર્ડ પ્રમુખ,સેક્રેટરી,ટ્રેઝરર તેમજ કાર્યકારી સીઈઓ ઉપરાંત અન્ય વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવશે.