લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / શરદી-ઉધરસ અને ઝાડા-ઉલટીના કેસમાં વધારો જોવા મળ્યો

રાજકોટમાં વર્તમાનમાં ઉનાળો તપી રહ્યો છે.જેના કારણે અસહ્ય ગરમી પડી રહી છે અને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.જેમાં બપોરે 1 થી 4 દરમિયાન કુદરતે કર્ફયૂ લાગુ કર્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.ત્યારે આ બધાની વચ્ચે શહેરમાં ઋતુજન્ય રોગચાળાએ માથું ઉંચક્યું હોય તેવી રીતે એક સપ્તાહમાં શરદી-ઉધરસ અને ઝાડાઊલટી ના કેસમાં વધારો થવાની સાથે ડેંગ્યુમાં વધારો જોવા મળી રહ્યો છે.ત્યારે આ અંગે મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા રોગચાળાનો સાપ્તાહિક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે.જે મુજબ તા.15 થી 21 મે દરમિયાન શરદી-ઉધરસના 188 કેસ,સામાન્ય તાવના 29,ઝાડા-ઊલટીના 101 કેસ જોવા મળ્યા છે.જ્યારે ટાઈફોઈડ,કમળો અને મરડાના પણ કેસ નહીં મળ્યા હોવાનું જાહેર થયુ છે.બીજીતરફ મેલેરિયા અને ચિકનગુનિયાનો એકપણ કેસ નહીં નોંધાતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.