લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / પાકિસ્તાનમા ખાદ્યવસ્તુઓની અતિભારે અછત વર્તાશે

પાકિસ્તાનમાં રાજકીય સંકટ સાથે આર્થિક સંકટ પણ વધુ ખરાબ બનતુ જઈ રહ્યું છે.જેની સૌથી વધુ અસર દેશના ગરીબ તેમજ મધ્યમ વર્ગને થઈ રહી છે.વર્તમાનમાં પાકિસ્તાનમાં સ્થિતિ એવી થઈ છે કે લોટની બોરીઓ અને રાશન માટે લોકો લડી રહ્યા છે.ત્યારે સંયુક્ત રાષ્ટ્રના અહેવાલના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે વર્તમાન ખાદ્યકટોકટી આગામી મહિનાઓમાં વધુ વકરી શકે છે.પાકિસ્તાનમાં વધતી જતી રાજકીય અસ્થિરતા અને પાછળ રહેલા સુધારાને કારણે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે પાકિસ્તાન માટે નવી લોન ફાળવણી બંધ કરી દીધી છે.આ સિવાય તેના સાથી દેશો પણ તેની મદદ કરવામાં આનાકાની કરી રહ્યા છે.ત્યારે આ રાજકીય અને આર્થિક સંકટ આગામી ચૂંટણી સુધી રહી શકે છે.સપ્ટેમ્બર અને ડિસેમ્બર 2023 વચ્ચે પાકિસ્તાનમાં લગભગ 8.5 મિલિયન લોકો ગંભીર ખોરાકની અસુરક્ષાનો સામનો કરશે.