લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / ટિમ પેન અને જો રૂટ પાસે કેપ્ટનશિપ સાબિત કરવા માટે છેલ્લી તક મળી

ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે થનારી એશિઝ સીરિઝનો કાર્યક્રમ જાહેર થયો.ત્યારે આ સીરિઝની શરૂઆત આગામી 8 ડિસેમ્બરથી બ્રિસ્બેનમાં થશે.જેને વિશ્વની સૌથી મોટી દ્વિપક્ષીય સીરિઝ માનવામાં આવે છે.જેમાં પ્રતિષ્ઠાની લડાઈ હોય છે.આમ આ વખતની એશિઝમાં ઓસ્ટ્રેલિયાના સુકાની ટિમ પેન અને ઇંગ્લેન્ડના સુકાની જો રૂટ પર દબાવ જોવા મળશે.આમ ઇંગ્લેન્ડની ટીમ ગત સીરિઝમાં પ્રથમ ટેસ્ટ જીત્યા બાદ બાકીની 3 મેચમાં ભારત સામે ખરાબ રીતે હાર્યું હતું.

આમ ટિમ પેનની સુકાનીમાં ઓસ્ટ્રેલિયાને ભારત સામે ઘરમાં જ હાર મળી હતી.ત્યારબાદ પેન પર ટીમમાં હોવા પર ઘણા પ્રશ્નો ઉઠ્યા હતા. ત્યારે ફરીથી સ્મિથને સુકાની પદ આપવા માંગ ઉઠી છે.જ્યારે પેટ કમિન્સ પણ દાવેદાર માનવામાં આવે છે.આ સિવાય એશિઝ પહેલા ટીમ માત્ર અફઘાનિસ્તાન સામે નવેમ્બરમાં એક ટેસ્ટ રમશે.