લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / આજે બ્રિટનના વડાપ્રધાન કીવ પહોંચશે

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન યુક્રેનની મુલાકાત લેવાના છે.આમ આ પ્રવાસના એક દિવસ પહેલાં જોનસને રશિયાના પ્રમુખ પુટિનને ચેતવણી આપતા કહ્યુ હતું કે રશિયાએ યુક્રેન સરહદેથી સૈનિકો અને શસ્ત્રસરંજામ પાછાં ખેંચી લેવા જોઈએ.જોનસન યુક્રેનમાં પ્રમુખ જેલેન્સ્કીને મળશે અને યુદ્ધ અંગે રશિયા વિરુદ્ધ વ્યૂહનીતિ ઘડશે.જોનસન સાથે વિદેશમંત્રી લિઝ ટ્રૂસ પણ જઈ રહ્યા છે.યુક્રેન વિવાદ વચ્ચે અમેરિકા અને રશિયા યુએન સુરક્ષા પરિષદની બેઠકમાં સામસામે આવશે.આ ઓપન બેઠક અમેરિકાએ બોલાવી છે.અમેરિકન રાજદૂત લિન્ડા થોમસ ગ્રીનફિલ્ડે કહ્યું છે કે રશિયાની લશ્કરી કાર્યવાહી આંતરરાષ્ટ્રીય શાંતિ,સુરક્ષા,સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર વગેરે માટે ખતરો છે.જેથી પરિષદે તથ્યોની સંપૂર્ણ તપાસ કરવી જોઈએ.