લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / આજથી ઉત્તરાખંડમા ચારધામ યાત્રાનો પ્રારંભ થયો

આજથી ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા યોજાવા જઈ રહી છે.ત્યારે અખાત્રીજના પાવન દિવસે ચારધામ યાત્રા ઔપચારિક રીતે શરૂ થશે.જેમા આજે ગંગોત્રી અને યમુનોત્રીના દરવાજા શ્રધ્ધાળુઓ માટે ખુલશે.આમ ગંગોત્રીના દરવાજા ખોલવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.જેમા ગંગોત્રી અને યમુનોત્રીના દરવાજા મંત્રોચ્ચાર સાથે ખોલવામાં આવશે.ત્યારે તેને લઈ વહીવટીતંત્ર દ્વારા ચારધામ યાત્રાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.જેમા કેદારનાથ ધામના દરવાજા 25 એપ્રિલે જ્યારે બદ્રીનાથ ધામના દરવાજા 27 એપ્રિલે ખોલવામાં આવશે.ચારધામ યાત્રા માટે તીર્થયાત્રીઓ મોટી સંખ્યામાં ઉત્તરાખંડ પહોંચવા લાગ્યા છે.ત્યારે વરસાદ અને હિમવર્ષાના કારણે તૈયારીઓમાં મુશ્કેલી આવી રહી છે મુસાફરો પણ પરેશાન થઈ રહ્યા છે.પરંતુ ભગવાનના દર્શનની ઈચ્છાને કારણે ભક્તોના ઉત્સાહમાં કોઈ ઘટાડો થયો નથી.આમ ઉત્તરકાશીના ડીએમ દ્વારા તમામ સંબંધિત વિભાગોને યાત્રાના રૂટનું સમારકામ કરવા સૂચના આપી છે.આ ચારધામ યાત્રા માટે અત્યારસુધીમાં 15 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.