Error: Server configuration issue
છેલ્લા ઘણા સમયથી થંભી ગયેલા એસ.ટી.બસના પૈડા ફરી દોડવા લાગ્યા છે.ત્યારે એસ.ટી.વિભાગ દ્વારા અલગ-અલગ રૂટની બસો શરૂ કરવામાં આવી રહી છે.આ દરમિયાન આજથી રાજકોટ- નાથદ્વારા એસ.ટી.બસનો પ્રારંભ કરવામાં આવ્યો છે.પરંતુ એકપણ ટિકિટનું એડવાન્સ બુકિંગ કરવામાં આવ્યું નથી.આ ઉપરાંત આજથી ધ્રાંગધ્રા-રાજકોટ રૂટ પણ શરૂ કરવામાં આવ્યો છે.આમ આ બસ શરૂ થાય તે માટે ઘણા લાંબાસમયથી માંગ ઉઠી રહી હતી જેને ધ્યાનમાં રાખી વિભાગ દ્વારા બસને શરૂ કરી દેવામાં આવી છે.આ બસ બપોરે 1 વાગ્યે ધ્રાંગધ્રાથી ઉપડશે અને રાજકોટ આવી પહોંચ્યા બાદ ફરી ધ્રાંગધ્રા જશે અને ત્યાંથી પરત આવ્યા બાદ નાઈટ હોલ્ટ રાજકોટમાં જ કરશે.આ સિવાય આજથી રાજકોટ-બરોડા,રાજકોટ-સોમનાથ,રાજકોટ-દ્વારકા,રાજકોટ-ભૂજ સહિતના રૂટોની બસો શરૂ કરી દેવામાં આવી છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved