કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના થઈ રહેલા વધારા અને 5 રાજ્યોમાં ચૂંટણીની જાહેરાત બાદ દેશમાં આજથી પ્રિકોશન ડોઝ મળવાનું શરૂ થઈ ગયું છે. આમ આ કોરોના વેક્સિનનો ત્રીજો ડોઝ બૂસ્ટર ડોઝ તરીકે આપવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત મહિને 25 ડિસેમ્બરના રોજ પ્રિકોશન ડોઝની જાહેરાત કરી હતી. ત્યારે વર્તમાનમાં ત્રીજો ડોઝ આરોગ્ય વર્કર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સ ઉપરાંત ગંભીર બીમારીઓથી પીડાઈ રહેલા વરિષ્ઠ નાગરિકોને જ આપવામાં આવશે.દેશમાં હાલ હેલ્થ વર્કર્સ,ફ્રન્ટલાઈન વર્કર્સ કે પછી વરિષ્ઠ નાગરિકો જે ગંભીર બીમારીઓથી પીડાઈ રહ્યા છે તેમને પ્રિકોશન ડોઝ કે બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. ગંભીર બીમારીઓથી પીડાઈ રહેલા વરિષ્ઠ નાગરિકો પોતાના ડોક્ટરની સલાહ લઈને પ્રિકોશન ડોઝ લઈ શકશે.આમ સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે પ્રિકોશન ડોઝ માટે કોઈપણ પ્રકારની નોંધણીની જરૂર નહી પડે. જૂના રજિસ્ટ્રેશનના આધાર પર જ તેમને કોરોના વેક્સિનનો ત્રીજો ડોઝ આપવામાં આવશે.પ્રિકોશન ડોઝ માટે CoWin એપ પર ફેરફાર કરવામાં આવ્યો છે. એપ પર ત્રીજા ડોઝને લઈ ફીચર જોડી દેવામાં આવ્યું છે. તેવામાં આ ફીચર દ્વારા એપોઈન્ટમેન્ટ લઈ શકો છો. તે સિવાય સીધા વેક્સિનેશન સેન્ટર જઈને ત્રીજો ડોઝ લઈ શકો છો. ત્યાં પણ તમારે નોંધણી કરાવવાની જરૂર નહીં પડે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved