લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / આજથી પીજી આયુર્વેદ અને હોમિયોપેથી પ્રવેશનો પ્રથમ રાઉન્ડ શરૂ કરાયો

પીજી આયુર્વેદ અને હોમિયોપેથી પ્રવેશ માટેનો કાર્યક્રમ આજે પ્રવેશ સમિતિ દ્વારા જાહેર કરી દેવામા આવ્યો છે.જે મુજબ 1લીથી પ્રથમ રાઉન્ડ શરૂ થશે.જેમાં કુલ 196 બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.પીજી આયુર્વેદિક અને પીજી હોમિયોપેથીના પ્રવેશ કાર્યક્રમ મુજબ 1 લીથી ઓનલાઈન ચોઈસ ફિલિંગ થશે.જે ૩જી સુધી ચાલશે,જ્યારે 4થીએ ઓનલાઈન સીટ એલોટમેન્ટ જાહેર કરવામાં આવશે.જેમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓએ આગામી 5મીથી ફી ભરી પ્રવેશ કન્ફર્મ કરવાનો રહેશે જે પ્રક્રિયા આગામી 11મી સુધી ચાલશે.જેમાં ફી ભરવા સાથે વિદ્યાર્થીએ હેલ્પ સેન્ટર ખાતે ફરજીયાત રિપોર્ટિંગ કરવાનું રહેશે.જે 7 મી થી 12મી સુધી થઈ શકશે.આ વર્ષે પીજી આયુર્વેદમાં ચાર કોલેજોની સ્ટેટ ક્વોટાની 95 બેઠકો છે જ્યારે ખાનગી કોલેજોની 15 ટકા ઓલ ઈન્ડિયા ક્વોટાની કે જેની પ્રવેશ પ્રક્રિયા પણ સરકારની પ્રવેશ સમિતિ જ કરે છે તે બેઠકો 16 છે.આ સિવાય એમ.ડી હોમિયોપેથીની 6 કોલેજોની સ્ટેટ ક્વોટાની 69 બેઠકો છે,જ્યારે ખાનગી કોલેજોની 15 ટકા ઓલ ઈન્ડિયા ક્વોટાની 16 બેઠકો છે.આમ પીજી આયુર્વેદ અને હોમિયોપેથીની કુલ 196 બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે.