Error: Server configuration issue
અંડર-19 વિશ્વકપમાં ભારતીય ટીમની સફર આજે દ.આફ્રિકા સામેની મેચથી શરૂ થશે.તાજેતરમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને 3 મેચની ટેસ્ટ સિરીઝમાં 2-1થી હરાવ્યું હતું. ત્યારે આજે જુનિયર ભારતીય ટીમ અંડર-19 વિશ્વકપમાં આફ્રિકાને હરાવશે તો આ જીત ખરેખર સિનિયર ટીમની હારનો બદલો લેવા સમાન રહેશે. આમ અંડર-19 વિશ્વકપમાં ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે અત્યારસુધીમાં 7 મેચ રમાઈ છે જેમાની 3માં ભારત અને 4માં દક્ષિણ આફ્રિકાનો વિજય થયો છે.અંડર-19 વિશ્વકપની વોર્મઅપ મેચમાં ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝને 108 રનથી,જ્યારે ઓસ્ટ્રેલિયાને 9 વિકેટથી હરાવ્યું હતું.આમ ભારતીય ટીમ અંડર-19 વિશ્વકપના ઈતિહાસની સૌથી સફળ ટીમ રહી છે. જેમાં વર્ષ 2000,2008,2012 અને 2018માં ભારતીય ટીમે અંડર-19 વિશ્વકપ પોતાને નામ કર્યો હતો.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved