ઉતરપ્રદેશમા આજે મુખ્યમંત્રી યોગી આદીત્યનાથે ગોરખપુરમાંથી પ્રથમવાર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારીપત્રક ભર્યું હતું.તે સમયે પૂર્વનિર્ધારિત કાર્યક્રમ વગર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સવારે ગોરખપુર પહોંચ્યા હતા અને તેઓ યોગીની ઉમેદવારી સમયે પણ હાજર રહેશે તેવું માનવામાં આવે છે.આજે યોગીએ પહેલા ગોરખનાથ મંદિરમાં પૂજા-હવન કર્યા હતા અને રૂદ્રાભિષેક કરીને ભગવાન શિવ પાસે જીતની પ્રાર્થના કરી હતી.આ સિવાય કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને આવકારવા યોગી વિમાનમથકે ગયા હતા.અમિત શાહ આજે ગોરખપુરમાં 1000 લોકોની હાજરીવાળી નાની-નાની જનસભાને સંબોધન કરશે અને ડોર-ટુ-ડોર કેમ્પેઇન પણ કરશે.ગોરખપુરની સદર બેઠક 33 વર્ષથી ભાજપના કબજામાં છે અને વર્તમાન ધારાસભ્ય રાણા મોહન અગ્રવાલને બદલે યોગી ચૂંટણી લડી રહ્યા છે.અમિત શાહને આવકાર્યા બાદ યોગી અને અમિત શાહ સીધા મહારાણા પ્રતાપ કોલેજ પહોંચ્યા હતા અને જનસભાને સંબોધીત કરી હતી અને આ સભામાં તેઓએ યોગી સરકારની કામગીરીની પ્રશંસા કરી હતી.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved