લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / ટોકિયો ઓલિમ્પિક માટે ભારતીય મહિલા હોકી ટીમની જાહેરાત કરવામાં આવી

ટોકિયો ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારી મહિલા હોકી ટીમમાં આઠ નવા ચહેરાનો સમાવેશ કરવામાં આવ્યો છે.જેમાં રાની રામપાલની કેપ્ટન્સી હેઠળની ભારતની મહિલા ટીમના 16 ખેલાડીઓના નામ જાહેર કરવામાં આવ્યા હતા.આમ કોરોનાના કારણે ગત વર્ષે સ્થગિત કરવામાં આવેલી ટોકિયો ઓલિમ્પિક 23મી જુલાઈથી 8 ઓગસ્ટ દરમિયાન યોજાશે.આમ ભારતીય મહિલા હોકી ટીમ ઓલિમ્પિકના ઈતિહાસમાં ત્રીજીવખત ભાગ લેવા જઈ રહી છે.ત્યારે સતત બીજા ઓલિમ્પિકમાં ભારતની મહિલા હોકી ટીમ રમતી જોવા મળશે.આમ ઈસ.1980 બાદ ભારતની મહિલા હોકી ટીમે 2016ના રિયો ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો.

ભારતીય ટીમ- સવિતા પુનિયા (ગોલકિપર),દીપ ગ્રેસ એક્કા,નિક્કી પ્રધાન,ગુરજીત કૌર,ઉદિતા,નિશા,નેહા,સુશીલા ચાનુ,પુખ્રામ્બમ, મોનિકા,નવજોત કૌર,સલિમા ટેટે,રાની રામપાલ,નવનીત કૌર,લાલ્રેમ્સીમી,વંદના કટારિયા,શર્મિલા દેવી.