પ્રવાસી શિક્ષકોની 2015માં ભરતી કરવામાં આવી હતી. ત્યારથી અત્યારસુધી તમામ શિક્ષકોનું એક સમાન વેતન રાખવામાં આવ્યું હતું. જેથી પ્રવાસી શિક્ષકો અને સંચાલક મંડળે અનેક વખત સરકારને વેતન વધારવા રજૂઆત કરી હતી. જેમાં અનેક રજૂઆતો બાદ આખરે સરકાર દ્વારા શિક્ષકોના દૈનિક વેતનમાં રૂ.210 થી 360નો વધારો કરવામાં આવ્યો છે. જેમાં પ્રવાસી શિક્ષકો પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી.જે ભરતી થયાથી અત્યારસુધી શિક્ષકોને એક સમાન વેતન આપવામાં આવ્યું હતું. જેમાં 6 વર્ષ સુધી એકસરખું વેતન હતું જેથી શાળા સંચાલક મંડળ દ્વારા આ મામલે અનેક વખત શિક્ષણ વિભાગ અને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી હતી. જે બાદ સરકારે વેતનમાં વધારો કર્યો છે. આ અગાઉ પ્રાથમિક માધ્યમાં શિક્ષકને દૈનિક રૂ.300 વેતન હતું,જે વધારીને રૂ.510 કરવામાં આવ્યું હતું, જ્યારે માધ્યમિકના શિક્ષકોને રૂ.450 વેતન હતું,જે વધારીને રૂ.810 કરવામાં આવ્યું અને ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકોનું રૂ.540 વેતન હતું જે વધારીને રૂ.840 કરવામાં આવ્યું છે.પ્રવાસી શિક્ષકોના વેતનમાં વધારો કરવા રાજ્ય શાળા સંચાલક મહામંડળે શિક્ષણમંત્રી પાસે માંગણી કરી હતી. જેમાં પ્રાથમિક શિક્ષકોને 300ની જગ્યાએ 450, માધ્યમિક શિક્ષકોને 450 ની જગ્યાએ 600 જ્યારે ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોને 540ની જગ્યાએ 900 રૂપિયા પ્રતિદિન વેતન આપવામાં આવે. આમ 6 વર્ષ અગાઉ પગારનો દર નક્કી કરવામાં આવ્યો હતો તે યથાવત છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved