લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મંગળ ગ્રહ પર નદી હોવાના નિશાન મળ્યા

નાસાના પર્સિવરેન્સ રોવર અને ચીનના ઝુરોંદગ રોવરને મંગળ ગ્રહ પરસફળતા મળી છે.જેમાં મંગળ ગ્રહ પર રોવરને વહેતી નદીઓ અને ભીની રેતની ટેકરીઓના સંકેતો મળ્યા છે.જેમા ચાર લાખ વર્ષ પહેલાં અતિશય ઠંડીને કારણે રેતીના ટેકરા થીજી ગયા હશે.બીજીતરફ નાસાના પર્સિવરેન્સ રોવર દ્વારા સંકેત મળ્યો છે કે શક્તિશાળી જળમાર્ગે ખાડામાં પોતાનો રસ્તો બનાવ્યો હશે,જેના કારણે ખાડામાં ઘણુ પાણી પડ્યું હશે.આં નાસાના પર્સિવરેન્સ રોવરને મંગળ ગ્રહ પર અત્યારસુધીની સૌથી મોટી નદી મળી છે.આ સંશોધનથી તે સ્પષ્ટ છે કે એક શક્તિશાળી નદી તેની સાથે ઘણો કાટમાળ લઈને આવી છે.જે નદીનો પ્રવાહ જેટલો વધુ શક્તિશાળી હોય છે પ્રવાહ તેટલો જ સરળતાથી મોટા ટુકડાને આગળ વધતો હોય છે.જ્યારે અન્ય ગ્રહ પર આવા ખડકો જોવા મળવા અને પરિચિત પ્રક્રિયાઓ હોવી ખૂબ આનંદની વાત છે.આ રેતીના ખડકોનો ઢગલો 820 ફુટ લાંબો અને ગોળાકાર છે,જે વહેતા પાણીના સંકેતો આપે છે.આ ગોળાકાર વચ્ચે એક જગ્યાને સ્પ્રિંકલ હેવન નામ આપવામાં આવ્યું છે.