લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / તૂર્કીયેમાં 4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

તુર્કીયેમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે.જેમા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4 માપવામાં આવી હતી.યુનાઈટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વેએ જણાવ્યુ છે કે તુર્કીના અફસીનથી 23 કિમી દક્ષિણ-પશ્ચિમમાં ભૂકંપ આવ્યો હતો.આમ આ ભૂકંપ સ્થાનિક સમય મુજબ 4:25 કલાકે આવ્યો હતો જે ભૂકંપનું કેન્દ્ર 38 ડિગ્રી ઉત્તર અને 36 ડિગ્રી પૂર્વમાં હતું.ભૂકંપના કારણે કોઈ જાનહાની થઈ નથી.આ અગાઉ તૂર્કીયે અને સીરિયામાં ભયાવહ ભૂકંપને પગલે લાખો લોકોએ જીવ ગુમાવ્યા હતા અને લાખો ઈમારતો ધરાશાયી થઈ ગઇ હતી જેની તીવ્રતા પણ 7.9ની નોંધવામા આવી હતી.