લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / તુર્કી ચૂંટણીમાં કોઈપણ ઉમેદવારને 50 ટકા કરતા વધુ મત ના મળ્યા

તુર્કીમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં 14 મેના રોજ મતદાન થયુ હતુ.જેમાં મતદાન બાદ વર્તમાન રાષ્ટ્રપતિ એર્દોગન અને તેમની સામેના મુખ્ય ઉમેદવાર કેમલ કિલિકડારોગ્લૂ એમ બેમાંથી એકપણ ઉમેદવારને 50 ટકા કરતા વધુ મત મળ્યા નથી.ત્યારે આવા સંજોગોમાં તુર્કીમાં આગામી 28મી મેના રોજ ફરી રાષ્ટ્રપતિ પદ માટે નિર્ણાયક મુકાબલો થશે.જેમાં ત્રીજા ઉમેદવાર તરીકે સિનાન ઓગનને પાંચ ટકા મત મળ્યા છે.ત્યારે તેમના કારણે મુખ્ય બે ઉમેદવારોમાંથી એકપણ ઉમેદવારને સ્પષ્ટ જીત મળી નથી ત્યારે સિનાન ઓગન કોના પક્ષે ઝુકાવે છે તે જોવુ મહત્વનુ રહેશે.