લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / તુવેરદાળની કિંમતોમાં ઘટાડો થવાની શક્યતા જોવા મળી

તુવેરની દાળના ભાવમાં વધારા વચ્ચે સરકાર તેની કિંમતને ઓછી કરવા માટે નવી તૈયારી કરી રહી છે.આમ ભારતીય માર્કેટમાં તુવેરની દાળના ભાવ વધી રહ્યા છે, કારણ કે તેના સ્ટોકમાં ઘટાડો થયો છે.ત્યારે આ સ્ટોકને ભરવા અને માર્કેટમાં દાળની જરૂરિયાતને પૂરી કરવા માટે સરકાર મ્યાનમાર સાથે વાતચીત કરી રહી છે.ભારતના તુવેર અને અડદની આયાત બજારમા 70 ટકા ભાગીદારી છે અને મ્યાનમારમાંથી અત્યારે બંને દાળની ભારે પ્રમાણમાં આયાત કરવામાં આવે છે.તેવા સમયે દાળના ભાવમાં ઘટાડો કરવા સરકાર મ્યાનમાર સાથે વાતચીત કરી રહી છે.આમ ઓક્ટોબરમાં નવી સિઝન શરૂ થયા સુધી દાળના ભાવમાં ઉછાળો ચાલુ રહી શકે છે.આ વધારો દાળના સ્ટોકમાં ઘટાડાના કારણે થયો છે.