લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / ટ્વીટર પર ટ્વિટ કરવાના તમારે નાણાં ચૂકવવા પડશે

ટ્વિટર પેઇડ સબસ્ક્રિપ્શન મોડેલ પર કામ કરી રહ્યું છે.ત્યારે એપ સંશોધક જેન મંચુન વોંગના જણાવ્યા અનુસાર આ સર્વિસને ટ્વિટર બ્લુ નામ આપવામાં આવશે.જેના માટે મહિને 2.99 ડોલર એટલે કે અંદાજે રૂ.200 લવાજમ પેટે તમારે ચૂકવવા પડશે.જે સેવામાં વપરાશકારને અન ડુ ટ્વિટસ ફિચર અને બુકમાર્ક કલેક્શન ફિચર મળશે.જેમાં પેઇડ વપરાશકારોને પ્રિમિયમ અનુભવ કરવા મળશે.આમ ટ્વિટર વર્તમાન સમયમાં બુકમાર્ક કલેકશન એટલે કે ફોલ્ડર્સ ઇન બુકમાર્ક ફિચર વિક્સાવી રહ્યું છે.આમ આ મહિનાના આરંભે ટ્વિટરે દર મહિને 5 ડોલરનું લવાજમ લેતી સ્ક્રોલ નામની સેવા હસ્તગત કરી હતી.જેમાં વપરાશકારોને તેઓ જે વેબસાઇટ પર જાય ત્યાંથી જાહેરાત દૂર કરવામાં આવતી હતી.જેથી વપરાશકાર જાહેરાતના અવરોધ વિના તેનું કામ સરળતાથી કરી શકે.