લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / ટ્વિટર પાસેથી પૂર્વ સીઇઓ પરાગ અગ્રવાલે વળતર માંગ્યુ

એલોન મસ્ક દ્વારા ગયા વર્ષે હકાલપટ્ટી કરવામાં આવેલા ત્રણ અધિકારીઓએ કેસ દાખલ કર્યો હતો.જેમાં તેમણે ટ્વિટર પાસેથી માંગણી કરી હતી કે તેમની નોકરી દરમિયાન તેમને જે મુકદ્દમા,તપાસ અને પૂછપરછનો સામનો કરવો પડ્યો હતો તેના માટે તેમને યોગ્ય વળતર ચુકવવામાં આવે.ત્યારે આ બાબતે કંપનીના પૂર્વ સીઈઓ પરાગ અગ્રવાલે પૂર્વ મુખ્ય કાયદાકીય અને નાણાકીય અધિકારી સાથે મળીને 1 મિલિયન ડોલરના વળતરની માંગ કરી છે.જ્યારે ટ્વિટર પાસેથી જવાબ માંગવામાં આવ્યો ત્યારે કંપનીએ પૂપ ઈમોજી સાથે ઈ-મેઈલનો જવાબ આપ્યો હતો.