યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનની વેબસાઈટનું આજથી અંડરટેકિંગ ટ્રાન્સફોરમેટિવ સ્ટ્રેટેજી એન્ડ એક્શન ઈન હાયર એજ્યુકેશન પોર્ટલ થઈ જશે.જેમાં યુ.જી.સીના ચેરમેન પ્રોફેસર એમ.જગદીશકુમારે જણાવ્યુ છે કે આગામી 16 મેથી આ પોર્ટલ લોન્ચ કરાશે.જે પોર્ટલના માધ્યમથી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની ભલામણો હેઠળ યોજનાઓની માહિતી લાગુ કરવાથી લઈને તેને ટ્રેક પણ કરી શકાશે.જેમાં યુ.જી.સીની વેબસાઈટને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હેઠળ રિ-ડિજાઈન કરવામાં આવી રહી છે.જેમા વિદ્યાર્થીઓ,કોલેજો,યુનિવર્સિટીઓ અને ક્લાસ હેઠળની તમામ જાણકારી સરળતાથી મળી રહેશે.તેમાં ડિજિટલ માધ્યમથી હાયર એજ્યુકેશન સંબંધિત માહિતીઓ તેમજ યોજનાઓ વિશે વિદ્યાર્થીઓ અને વાલીઓ સરળતાથી સમજી શકશે.
Error: Server configuration issue
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved