લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / યુકેમાં લોકોને માસ્ક પહેરવામાંથી મુકિત આપવામાં આવી

યુકેમાં ઓમિક્રોનના કેસોની સંખ્યામાં ઘટાડો થવાને પગલે માસ્ક પહેરવામાંથી અને કોવિડ પાસ બતાવવામાંથી મુક્તિ આપી દેવામાં આવી છે.જેમાં સરકારે ગયા સપ્તાહે જ લોકોને ઘરે કામ કરવામાંથી પણ મુક્તિ આપી દીધી હતી.જે બાબતે આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે 12 વર્ષ કરતાં મોટી વયના 84 ટકા લોકોને કોરોના રસીનો બીજો ડોઝ જ્યારે 81 ટકા લોકોને બૂસ્ટર ડોઝ આપી દેવામાં આવ્યો છે. આમ નવા વર્ષની આસપાસ દૈનિક 2 લાખ કેસો નોંધાતા હતા તેની સામે વર્તમાનમાં દૈનિક ધોરણે 1 લાખ કેસો નોંધાઇ રહ્યા છે.