લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / યુક્રેનના શહેરો પર રશિયાની મિસાઈલો ઝીંકાઈ

વર્તમાનમા રશિયાએ યુક્રેનના વધુ કેટલાક શહેરોને મિસાઈલ વડે ટાર્ગેટ કર્યા છે.જેમા યુક્રેનના ઉમાન શહેર પર ઝિંકાયેલી રશિયન મિસાઈલોએ ચારેતરફ તબાહીના દ્રશ્યો સર્જયા છે.જેમાં ઉમાન સિવાય કિવ અને ડેનિપ્રો ક્રેમેંચુક,મેકોલેઈવ નામના શહેરોમા પણ રશિયાની મિસાઈલો પડી છે.ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગે યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કી સાથે કરેલી વાત બાદ રશિયાએ અપનાવેલા આક્રમક રૂખને લઈને ઘણી અટકળો થઈ રહી છે.જિનપિંગ સાથેની જેલેન્સ્કીની વાતચીત અંગે ચીની મીડિયાનુ કહેવુ છે કે જિનપિંગે જેલેન્સ્કીને ખાતરી આપી હતી કે ચીન આ યુધ્ધની આગમાં ઘી નહીં હોમે અને બંને દેશો વચ્ચે શાંતિ મંત્રણા જ એકમાત્ર રસ્તો છે.આ સાથે તેમણે જેલેન્સ્કીને સલાહ આપી હતી કે પરમાણુ યુધ્ધ થશે તો કોઈ નહીં જીતે અને બંને દેશોની હાર થશે.