રશિયાએ યુક્રેનની આસપાસ કરેલી લશ્કરી જમાવટ છેલ્લા ૩૦ વર્ષની સૌથી મોટી લશ્કરી જમાવટ છે તેથી વધુને વધુ પ્રમાણમાં લશ્કરી દળો અને મિલિટરી ઇક્વિપમેન્ટ પણ ગોઠવવા જરૂરી થઈ પડયા છે.યુરોપમાં અમેરિકાના 60,000 સૈનિકો તો છે તેવામાં જો બાયડને પોલેન્ડ અને રૂમાનિયા સહિતના પૂર્વ યુરોપનાં દેશોમાં 2000થી વધુ સૈનિકો મોકલવાનો નિર્ણય લીધો છે.ત્યારે યુક્રેનના પ્રમુખ વોલોડીમીર ઝેલેન્સ્કીએ ટર્કિશ પ્રમુખ એર્ડોગનને મંત્રણા માટે બોલાવ્યા છે તો પુતિને આર્જેન્ટિનાના પ્રમુખને બોલાવ્યા છે.રશિયાએ યુક્રેનની ઉત્તર અને પૂર્વી સરહદ પર 1 લાખ સૈનિકોનો ખડકલો કરી દીધો છે.તે સમયે યુક્રેનના પ્રમુખે બ્રિટનની લીધેલી મુલાકાત પછી બ્રિટને યુક્રેનને ટેન્ક વિરોધી શસ્ત્રો આપવા નિર્ણય લીધો છે,જ્યારે અમેરિકાએ પૂર્વ યુરોપમાં એઈજીસ,એશોર અને ટોમ-હૉક-ક્રૂઝ મિસાઈલ્સ તૈનાત રાખ્યાં છે.
International ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved