લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / યુક્રેને ડ્રોન એટેકથી રશિયાની બે ઓઈલ રિફાઈનરી તબાહ કરી દીધી

યુક્રેન-રશિયાની લડાઈમાં બંને દેશો એકબીજા પર પ્રહારો કરી રહ્યા છે.જેમા યુક્રેને રશિયાના ડ્રોન એટેકનો જવાબ આપીને રશિયન કબ્જા હેઠળના યુક્રેનના લુહાન્સ્ક વિસ્તારમા ડ્રોન હુમલો કર્યો છે.જેમાં 5 લોકોના મોત થયા છે અને 19 લોકો ઘાયલ થયા છે.આ સિવાય સંખ્યાબંધ ઈમારતોને નુકસાન થયુ છે.જેમા બે મોટી ઓઈલ રિફાઈનરીઓ ડ્રોન એટેકના કારણે સળગી ઉઠી છે.જ્યાથી વિશ્વને 1.5 ટકા ઓઈલ એક્સપોર્ટ કરવામાં આવે છે અને આ હુમલાના કારણે ઓઈલના સપ્લાય પર અસર પડી છે.બીજીતરફ યુક્રેનની આર્મીએ રશિયાની બોર્ડર પાસેના શેબેકીનો ટાઉન પર પણ ફાયરિંગ કર્યુ છે.