પેન્ટાગોને યુક્રેન માટે 300 મિલિયન ડોલરના નવા હથિયાર પેકેજની જાહેરાત કરી હતી.જે પેકેજમાં એર ડિફેન્સ સિસ્ટમ અને લાખો રાઉન્ડનો દારૂગોળો સામેલ છે.આ નવા શિપમેન્ટ સાથે યુક્રેનને અમેરિકી સંરક્ષણ સહાયનો આંકડો 37.6 બિલિયન ડોલરને આંબી જશે.રશિયાના આક્રમણ બાદ અમેરિકા યુક્રેનને સતત સૈન્ય મદદ કરી રહ્યું છે.ત્યારે પેન્ટાગોને કહ્યુ હતું કે અમેરિકા યુક્રેનને તેની તાત્કાલિક લડાઈ જરૂરિયાતો અને ભાવિ સુરક્ષા સહાયતા જરૂરિયાતો બંનેને પહોંચી વળવાની ક્ષમતા પ્રદાન કરવા તેના સાથી અને ભાગીદારો સાથે કામ કરવાનું ચાલુ રાખશે.અમેરિકા યુક્રેનને શસ્ત્રો અને અન્ય સહાય પૂરી પાડવા માટે નાટો અને અન્ય સહયોગીઓ દ્વારા અભૂતપૂર્વ પ્રયાસનું નેતૃત્વ કરી રહ્યું છે.
Error: Server configuration issue
Home / International / યુ.એસ પાસેથી યુક્રેનને હથિયારો મળશે
International ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved