લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ઉમરગામના માંડાની કંપનીમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી

ઉમરગામના સરીગામ નજીક આવેલા માંડા ખાતે આવેલી કંપનીમાં અચાનક આગ સળગી ઉઠી હતી.જેના કારણે અફરાતફરી મચી ગઇ હતી.ત્યારે ફાયર વિભાગના બંબા ઘટનાસ્થળે દોડી ગયા બાદ આગ પર કાબુ મેળવવા કવાયત શરૂ કરાઇ હતી.સરીગામ નજીકના માંડા ખાતે રિશિકા પેકેજીંગ નામક કંપની આવેલી છે.જેમાં ગુરૂવાર સવારે એકાએક આગ સળગી ઉઠી હતી.જેમા આગના ધુમાડા લગભગ 2 કિમી સુધીના વિસ્તારમા હવા ફેલાતા લોકોમાં ગભરાટ મચી ગઈ હતી.