લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ઉમરગામ તાલુકામાં કમોસમી વરસાદ થયો

રાજ્ય હવામાન વિભાગની આગાહીને લઈને અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે.ત્યારે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભિલાડ તેમજ આજુબાજુના ગામડાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો.જેથી આંબાવાડી ઉપર નભતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે.જેમાં વહીવટીતંત્રએ સમયસર એલર્ટ કરતા ખેડૂતોમાં જાગૃતિ આવી હતી.જેને લઈને અન્ય પાકોની લાહની થયા બાદ સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યો હતો.જેમાં રાજ્ય હવામાન વિભાગ દ્વારા 31 માર્ચ સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી તેમજ છૂટોછવાયો વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી હતી.આ સિવાય ખેડૂતોને સ્થાનિક વહીવટીતંત્ર અને ખેતીવાડી વિભાગ દ્વારા કમોસમી વરસાદને લઈને તકેદારી રાખવા જાગૃત કરવામાં આવ્યાં હતા.