લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / અંડર-19 એશિયા કપમાં ભારતનો યુએઈ સામે 154 રનથી વિજય થયો

હરનૂર સિંઘના 120 રનની મદદથી ભારતે યુએઈ સામેની એશિયા કપ અંડર-19ની વન ડેમાં 154 રનથી જીત હાંસલ કરી હતી. જેમાં જીતવા માટેના 283 રનના ટાર્ગેટ સામે યુએઈની ટીમ 34.3 ઓવરમાં 128 રનમાં સમેટાઈ ગઈ હતી. જ્યારે રાજવર્ધન હંગાર્ગેકરે ઓલરાઉન્ડ દેખાવ કરતાં 23 બોલમાં 48 રન ફટકાર્યા બાદ 3 વિકેટ ઝડપી હતી.જેમાં યુએઈ તરફથી કાઈ સ્મિથે સૌથી વધુ 45 રન નોંધાવ્યા હતા. ભારત તરફથી રાજવર્ધન હંગાર્ગેકરે 24 રનમાં 3 વિકેટ ઝડપી હતી. જ્યારે ગર્વ સંગવાન, વિકી ઓટસવાલ અને કુશલ તામ્બેએ 2-2 વિકેટ ઝડપી હતી.ત્યારે હવે ભારત 25મી ડિસેમ્બરે પાકિસ્તાન સામે રમશે.