લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / અંડર-19 વિશ્વકપ 2022માં ભારત વિશ્વ ચેમ્પિયન બન્યું

ભારતીય ક્રિકેટની યુવા બ્રિગેડે ઈતિહાસ સર્જી દીધો છે.વેસ્ટ ઈન્ડિઝમાં રમાયેલા અંડર-19 વિશ્વકપમાં ભારત વિજેતા બન્યું છે અને રેકોર્ડ 5મી વખત ટ્રોફી પર પોતાનું નામ છપાવ્યું છે.આમ ફાઈનલ મુકાબલામાં ઈંગ્લેન્ડે 189 રન બનાવ્યા હતા અને ભારતને 190 રનનો ટાર્ગેટ આપ્યો હતો.ત્યારબાદ ભારતીય ટીમે 47.4 ઓવરમા 6 વિકેટ ગુમાવીને 195 રન બનાવી લીધા હતા.જેમાં ભારતીય ટીમના દિનેશ બાનાએ સિક્સ મારીને ભારતને વિશ્વવિજેતા બનાવી દીધું હતું.આ સિવાય મહેન્દ્રસિંહ ધોનીએ પણ વર્ષ 2011ના વિશ્વકપમાં સિક્સ મારીને ભારતને 50 ઓવરના વિશ્વકપમાં વિજેતા બનાવ્યું હતું.કપ્તાન યશ ધુલની આગેવાનીમાં ભારતે ઐતિહાસિક વિજય નોંધાવ્યો હતો અને ઈંગ્લેન્ડની ટીમને ફાઈનલમાં 4 વિકેટથી હરાવી દીધી હતી.આ મુકાબલામાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય લીધો હતો અને ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ તેને 189 રનોમાં જ ઓલઆઉટ કરી દીધું હતું.