લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહનું જામનગર એરફોર્સે સ્વાગત કર્યું

દેશના કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઇ શાહનું જામનગર એરફોર્સ ખાતે આગમન થતાં મહાનુભાવો દ્વારા તેમનુ ભાવભીનુ સ્વાગત કરવામાં આવ્યું હતું.ત્યારે તેમના સ્વાગતમા મેયર બીનાબેન કોઠારી,સાંસદ પુનમબેન માડમ,રાજકોટ રેન્જના આઇ.જી અશોક યાદવ,અધિક નિવાસી કલેકટર બી.એન.ખેર,જિલ્લા પોલીસ વડા પ્રેમ સુખ ડેલુ તેમજ એર કમાન્ડર આનંદ સોઢી સહભાગી બન્યા હતા.ત્યારે તેઓ જામનગર સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કર્યા બાદ સવારે દ્વારકા જવા રવાના થયા અને દ્વારકા ખાતે વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થયા હતા.ત્યારબાદ દ્વારકાથી જામનગર પરત આવી તેઓ અમદાવાદ જવા માટે રવાના થશે.