દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે ઓખા ખાતે નેશનલ એકેડેમી ઓફ કોસ્ટલ પોલીસિંગનું ભૂમિપૂજન કર્યું છે.ત્યારે દેશના સીમાડાની સુરક્ષા માટે નેશનલ એકેડમી ઉપયોગી સાબિત થશે.આમ જ્યારે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સીમાડાની સુરક્ષાને વધુ મજબૂત કરવામાં આવી રહી છે ત્યારે સૌરાષ્ટ્ર કે ગુજરાતની નહીં પરંતુ સમગ્ર દેશની પ્રજાને વધુ સલામતીનો અનુભવ થશે તે નિશ્ચિત મનાઈ રહ્યુ છે.ત્યારે આ વિચારને અમલમા મૂકીને કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા નેશનલ એકેડેમી ઓફ કોસ્ટલ પોલિસીંગની સ્થાપના કરવામાં આવી છે.ભારત સરકારે આધુનિક ઈન્ફાસ્ટ્રક્ચર,નવીનતમ ટેકનોલોજી અને અત્યાધુનિક તાલીમ સુવિધાઓને વિકસાવવા માટે રૂ.441 કરોડ મંજૂર કર્યા છે,જે દરિયાકાંઠાની સરહદોની સુરક્ષા વધારવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.જ્યારે વર્તમાનકાળમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં શ્રીકૃષ્ણની પાવન ભૂમિમાં સુરક્ષા એકેડેમી શરૂ કરી દરિયાઈ કાંઠાળ સુરક્ષા વ્યવસ્થાને જડબેસલાક કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.જેમા વિષમ ભૌગોલિક પરિસ્થિતિમાં પણ સુચારૂ રૂપથી સૈનિકો તેમજ જવાનોને તાલીમ આપી શકાય તે માટે 450 એકરની જગ્યામાં અત્યાધુનિક સાધનો સહિતની વિશ્વ સ્તરની સુરક્ષા તાલીમ વ્યવસ્થા કરવામાં આવશે.નેશનલ એકેડમી ઓફ કોસ્ટલ પોલીસિંગની સ્થાપના 9 કોસ્ટલ રાજ્યો,5 કેન્દ્રશાસિત પ્રદેશોમાં સમુદ્ર તટીય પોલીસ અને કેન્દ્રીય પોલીસ દળોને સધન અને ઉચ્ચ સ્તરીય તાલીમ આપવા માટે કરવામાં આવી છે.