લિંક કોપી થઇ ગઈ છે..
Home / પ્રાદેશીક / ઊંઝા ગંજબજારમા જીરાની 10 હજાર બોરીની આવક થઈ

ઊંઝા ગંજબજારમાં ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી ખેડૂતો જીરું,વરિયાળી,રાયડો અને મેથી જેવા અન્ય પાકો લઈને આવે છે.ત્યારે ખેડૂતોને પૂરતા ભાવ મળી રહે તે માટે વેપારીઓ હરાજી કરીને પાકના સારા ભાવ આપી ખેડૂતોને સારી આવક આપી રહ્યા છે.આમ ઊંઝા ગંજબજાર જીરાનું ગુજરાતનું નહી પણ સમગ્ર એશિયા ખંડનું સૌથી મોટું બજાર છે.ઊંઝા મસાલા માટે સમગ્ર વિશ્વમાં ખુબ પ્રસિદ્ધ છે.જીરૂમાં 20 કિલોગ્રામનો ભાવ રૂ.8,751 છે.જ્યારે વરિયાળીમાં 20 કિલોગ્રામનો ઊંચો ભાવ રૂ.5,700 છે.ઇસબગુલમાં 20 કિલોગ્રામનો ભાવ રૂ.4,800 છે.આ સિવાય રાયડાનો ભાવ રૂ.1010 જોવા મળ્યો છે.સુવાનો 20 કિલોગ્રામનો ભાવ રૂ.2,956 છે.અજમાનો ભાવ રૂ.2,870 જોવા મળ્યો છે.