લિંક કોપી થઇ ગઈ છે..
Home / પ્રાદેશીક / ઊંઝા તાલુકાના કહોડા ખાતે આઇસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યો

ઊંઝા તાલુકાના કહોડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઇ.સી.આર.પી ફેઝ 2 અંતર્ગત 20 બેડના આઇસોલેશન વોર્ડના ઉદ્ધાટન પ્રસંગે આરોગ્યમંત્રીએ જણાવ્યું હતુ કે પ્રઘાનમંત્રીના નેતૃત્વમાં આરોગ્યની સુવિધાઓ છેવાડાના માનવીને ઉપલબ્ધ થાય તે માટે સરકાર કટિબધ્ધ બની છે.જેમાં કોવિડ સમય દરમિયાન દેશના પ્રધાનમંત્રીના માર્ગદર્શનથી વિવિધ રાજ્યોમાં દેશના આરોગ્યમંત્રી દ્વારા ઇસીઆરપી અંતર્ગત ફેઝ 1 અને 2મા ભંડોળ આપવામાં આવ્યું હતું.જે અંતર્ગત આ નાણાંથી વિવિધ રાજ્યો પોતાના વિસ્તારમાં નવીન સુવિધાઓ ઉભી કરવામાં સક્ષમ બની છે તેમજ આકસ્મિક સંજોગોમાં આવી સુવિધાઓ નાગરિકોને ઉપયોગી થઇ રહી છે.આમ ગુજરાતમાં આ યોજના અંતર્ગત રૂ.124 કરોડ મળ્યા હતા.આ સિવાય કહોડા ખાતે ઓક્સિજન પાઇપલાઇન અને ઓક્સિજન કન્સટ્રટર સજ્જ 20 પથારીના આઇસોલેશન વોર્ડનું ઉદ્ધાટન કરાયું છે જેનાથી કહોડા સહિતના આસપાસના નાગરિકોને સીધો ફાયદો મળશે.આગામી સમયમાં કોવિડના દર્દીઓ ન હોય ત્યારે સામાન્ય દર્દીઓઓને રાખી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરાઇ છે.જેમાં ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યસભા સંસદ જુગલજી ઠાકોર,ધારાસભ્ય કે.કે. પટેલ,જિલ્લા આરોગ્ય અધિકારી મહેશ કાપડીયા સહિત તાલુકાના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ,ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.