લિંક કોપી થઇ ગઈ છે..
Home / પ્રાદેશીક / ઊંઝા તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા મળી

ઊંઝા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયતની સામાન્ય સભા મળી હતી.જેમાં એજન્ડા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જેમાં મુદ્દા નં 4 અને 5 મુદ્દે ચર્ચા કરવા જતાં આ બાબતે વિરોધ પક્ષના નેતા તેમજ સદસ્યો દ્વારા સ્વભંડોળમાંથી તાલુકા પંચાયત કચેરી ખાતે શેડ બનાવવા તેમજ પેવર બ્લોકનું કામ કરવાનું આયોજન હાથ ધરવામાં આવે તેવી શક્યતા દેખાઈ આવી હતી.જે તમામ પ્રશ્નો બાબતે વિરોધ પક્ષના નેતા તેમજ તાલુકા પંચાયતના સદસ્યો દ્વારા વાંઘો ઉઠાવતાં કહ્યું હતુ કે આ બાબતે નિર્ણય ન લેવો જોઈએ કારણ કે તાલુકા સદસ્યોને પોતાના મતવિસ્તારમાં વિકાસ કામોમાં સરકાર દ્વારા કોઈ સીઘી ગ્રાન્ટ ફાળવવામાં આવતી નથી. જેના પરિણામે લોકોને આ બાબતે સમજાવવામાં મુશ્કેલીઓ પડી રહી છે.આમ ઊંઝા તાલુકા વિકાસ અધિકારી દ્વારા સત્વરે આ પ્રશ્ન હલ કરવામાં આવશે અને વિશ્વાસમાં લઈને ગ્રામ પંચાયત ઠરાવો કરશે તેવુ સૂચન કર્યું હતું.